ઝડપથી બદલાઈ રહી છે, રૂપિયાની દુનિયા

yk ð»ko{kt
ykÃkýk Ëuþ{kt rzrsx÷ xÙkLÍuõþLMkLke çkkçkíku {kuxk VuhVkh ykðe hÌkk Au

ભારતમાં બેન્કિંગ
વ્યવસ્થા માટે વર્ષ ૨૦૨૧  ટેક્નોલોજીના
ઉપયોગની દૃષ્ટિએ મોટા સિમાચિહ્ન રૂપ સાબિત થવાનું છે. જ્યારે વાત બેન્કિંગ અને
રૂપિયાની હોય ત્યારે એ આપણે માટે પણ મહત્ત્વની હોય જ!

આમ તો ભારતમાં આધાર
નંબર અને ત્યાર પછી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની વ્યવસ્થા વિકસી ત્યારથી
બેન્કિંગ ક્ષેત્ર અને આપણી પોતાની રોજબરોજની લેવડદેવડની પદ્ધતિમાં મોટા ફેરફાર આવી
ગયા છે. આપણે શરૂઆતમાં ઓનલાઇન પેમેન્ટ અપનાવવામાં થોડા ખચકાયા
, પરંતુ કોરોના વાયરસના
પ્રસાર પછી સંપર્ક વિના રકમની લેવડદેવડનું મહત્ત્વ સમજાતાં વિશ્વના અન્ય દેશોની
જેમ ભારતમાં પણ ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં રીતસર ઉછાળો આવ્યો છે.

પરંતુ આપણે પોતાના
સ્માર્ટફોનમાંના મોબાઇલ વોલેટ કે કોઈ યુપીઆઇ એપથી કરિયાણાની દુકાને કે બીજી કોઈ પણ
જગ્યાએ પેમેન્ટ કરીએ એ ઓનલાઇન પેમેન્ટની ફક્ત એક રીત થઈ. ફેબ્રુઆરી મહિનાથી
ભારતભરમાં ફાસ્ટેગ ફરજિયાત બન્યા પછી આપણે ઓનલાઇન પેમેન્ટની બીજી રીતનો પણ વધુ
અનુભવ કરી રહ્યા છીએ. આ રીતમાં આપણે પોતે કશું જ કરવાનું હોતું નથી.
ટોલપ્લાઝામાંનું સ્કેનર વાહન પરના ફાસ્ટેગને સ્કેન કરે છે અને આપણા ખાતામાંથી રકમ
કપાઈ જાય છે. ફાસ્ટેગ ફરજિયાત બન્યા પછી ટોલપ્લાઝા પર ટોલટેક્સના ટોટલ કલેકશનમાં
ખાસ્સો વધારો થયો છે. મતલબ કે અત્યાર સુધી જે રકમ તિજોરી સુધી પહોંચતી નહોતી એ હવે
ટેકનોલોજીના ઉપયોગથી પહોંચવા લાગી. ફાસ્ટેગનો ઉપયોગ ટોલપ્લાઝા ઉપરાંત એરપોર્ટ
, રેલવે સ્ટેશન અને
મોટા મોલના પાર્કિંગમાં પણ પ્રાયોગિક ધોરણે શરૂ થઈ ગયો છે. મતલબ કે જ્યાં નિશ્ચિત
રકમ ચૂકવવાની હોય ત્યાં આપણા તરફથી કોઈ એકશન વિના હવે પેમેન્ટ થવા લાગશે. એ જ રીતે
, આપણે ‘વન નેશન, વન મોબિલિટી કાર્ડ’ની દિશામાં આગળ વધી
રહ્યા છીએ
, જેને કારણે મેટ્રો, રેલવે, બીઆરટીએસ વગેરે બધી
જગ્યાએ
, આખા દેશમાં એક જ કાર્ડની મદદથી ઓટોમેટિક ચૂકવણી કરી
શકાશે.
‘ઓટોમેટિક’
શબ્દ પર ધ્યાન આપજો, જ્યાં ચૂકવવાની રકમ
નિશ્ચિત હોય ત્યાં આપણા તરફથી લગભગ કોઈ જ એક્શનની જરૂર રહેતી નથી!

અહીં, લગભગ આ વર્ષથી જ આપણે
ઓનલાઇન ટ્રાન્ઝેકશન્સની રીતે જે મોટાં પરિવર્તનોનો અનુભવ કરીશું તેના પર ફટાફટ એક
નજર નાખી લઈએ. આ બધું પહેલી નજરે એકમેક સાથે સંકળાયેલું લાગશે નહીં
, પણ સાથે મૂકીને તપાસીએ
ત્યારે સ્પષ્ટ થાય છે કે બધું કેટલું કનેક્ટેડ છે!

¼khíkLke
ÃkkuíkkLke r¢ÃxkufhLMke

સંસદના વર્તમાન
સત્રમાં જ ભારતમાં કોઈ પણ પ્રકારની પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકતો
ખરડો રજૂ થાય તેવી શક્યતા છે. ગયા મહિને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરે સ્પષ્ટપણે
કહ્યું હતું કે આરબીઆઈ તેની પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરવા માટે પ્રયત્નશીલ છે.
ભારતની આવી પોતાની ક્રિપ્ટોકરન્સી સામે કોઈ હરીફાઈ ન રહે એ માટે સરકાર બિટકોઈન
જેવી અન્ય તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબ્ંધ મૂકે તેવી શક્યતા છે.

આપણી રિઝર્વ બેન્કની
જેમ દુનિયાભરના વિવિધ દેશોની મુખ્ય બેન્ક પોતાની ક્રિપ્ટોકરન્સી લાવવાની દિશામાં
કામ કરી રહી છે. ચીનમાં આવી કરન્સી લોન્ચ થઈ ગઈ છે. અન્ય વિકસિત દેશો પણ એ દિશામાં
ઘણા આગળ વધી ગયા છે. ભારતની વાત કરીએ તો હજી થોડાં વર્ષો પહેલાં સુધી ભારતની
અડધોઅડધ વસતીને બેન્કિંગ વ્યવસ્થાનો લાભ મળતો નહોતો. હવે આ સ્થિતિ ઘણી સુધરી છે.
સરકારી યોજનાઓનાં નાણાં સીધાં લોકોના બેન્ક ખાતામાં જમા થવાના કારણે ભ્રષ્ટાચાર
ઘટે એ દેખીતું છે (જેમ ફાસ્ટેગને કારણે સરકારની આવક વધી!).

પરંતુ બિટકોઈન જેવી
ખાનગી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ઘણો ગૂંચવણભર્યો છે. ભારતમાં એવી શક્યતા છે આધાર
કાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબરની મદદથી
,
વચ્ચે કોઈ બેન્ક ન હોય તેમ છતાં સરકારી
ક્રિપ્ટોકરન્સીની મદદથી લોકો સરળતાથી નાણાકીય લેવડદેવડ કરી શકશે. બેન્કો વ્યાપક
પ્રમાણમાં લોકો સુધી પહોંચી શકી નથી
, પરંતુ આધાર કાર્ડ અને મોબાઇલ લગભગ તમામ લોકો સુધી
પહોંચી ગયાં છે એ યાદ રાખવા જેવું છે. જોકે બેન્કિંગનાં ક્ષેત્રોમાં સરકાર ખાનગી
ક્ષેત્રને આગળ કરી રહી છે ત્યારે ખાનગી ક્રિપ્ટોકરન્સી પરનો પ્રતિબંધ વિવાદાસ્પદ
બની શકે છે.

 

ÞwÃkeykRLke
nheV suðe Lkðe ÔÞðMÚkk – yuLkÞwR

 જો તમે યુનિફાઇડ
પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વિશે હજી ગૂંચવણ અનુભવી રહ્યા હો તો નજીકના ભવિષ્યમાં
તેની હરીફ બનનારી આ નવી વ્યવસ્થા વિશે અત્યારથી જાણી લેવું જરૂરી છે. ભારતમાં
અત્યારે યુપીઆઇ વ્યવસ્થાનું સંચાલન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
(એનપીસીઆઈ) દ્વારા થાય છે.

ભારતની વિવિધ બેન્ક
સંયુક્ત રીતે એનપીઆઈનું સંચાલન કરે છે. યુપીઆઇ વ્યવસ્થામાં બેન્ક ઉપરાંત ખાનગી
વોલેટ્સ
, અને ખાનગી એપ્સને પણ સાંકળ્યા પછી યુપીઆઇનો ઉપયોગ
જબરજસ્ત વધી રહ્યો છે. પરંતુ આ જ કારણે માત્ર યુપીઆઇની એક વ્યવસ્થા આખા દેશમાં
થતાં ઓનલાઇન ટ્રાન્ઝેકશન્સનો ભાર ખમી શકે તેમ નથી. ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ ક્ષેત્રે
નવી ટેકનોલોજીઓ આવી શકે
, તે વધુ સલામત બની શકે તે માટે સરકાર યુપીઆઇને
સમાંતર નવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે.

આ વ્યવસ્થા હાલમાં ‘ન્યૂ અમ્બ્રેલા
એન્ટીટી
’ તરીકે ઓળખાય છે. રિઝર્વ બેન્ક આ મહિના એટલે કે
માર્ચ ૨૦૨૧ના અંત સુધી આ માટેનું લાયસન્સ મેળવવા માટે એપ્લિકેશન્સ મગાવી રહી છે.
અત્યારે મળતી માહિતી અનુસાર રિઝર્વ બેન્ક આ નવી વ્યવસ્થામાં જાહેર ક્ષેત્રની
બેન્કોને સાંકળવા માગતી નથી. માત્ર ખાનગી બેન્ક અને ખાનગી કંપનીઓ આ લાયસન્સ હેઠળ
યુપીઆઇને સમાંતર
, પોતપોતાનાં ડિજિટલ પેમેન્ટ નેટવર્ક ઊભાં કરી શકશે.

આપણે માટે ફાયદાની
વાત એ છે કે આવી કોઈ પણ નવી વ્યવસ્થા હાલના યુપીઆઇ સાથે કોમ્પેટિબલ હશે એટલે કે
આપણે ઇચ્છીએ તો યુપીઆઇનો ઉપયોગ ચાલુ રાખી શકીશું અથવા નવી વ્યવસ્થા વધુ સારી લાગે
તો તેનો લાભ લઈ શકીશું. હાલની આખી બેન્ક વ્યવસ્થાની જેમ આ નવી ડિજિટલ વ્યવસ્થાઓ પણ
એકમેક સાથે સંકળાયેલી રહેશે એટલે આપણે એકમાંથી બીજામાં સહેલાઈથી લેવડદેવડ કરી
શકીશું.

અત્યારે મળતી માહિતી
મુજબ આ નવી વ્યવસ્થાનું લાયસન્સ મેળવવા માટે ટાટા સન્સ કંપનીએ  એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક સાથે
જોડાણ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ફેસબુક
, ગૂગલ અને ઇન્ફીબીમના
સાથમાં લાયસન્સ મેળવવાનું વિચાર્યું છે. પેટીએમ અને ઓલા કંપની ઇન્ડસઇન્ડ બેન્ક
સાથે જોડાઈ રહી છે તથા એમેઝોન આઇસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્ક સાથે સંકળાઈ રહી
છે.

 

ËwfkLku Lkðe
heíku ÷uðzËuðz

 અત્યારે પાણીપૂરીની
લારી પર પણ ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાની વ્યવસ્થા લોકપ્રિય થઈ ગઈ છે.
હવે આખા ભારતના કરોડો વેપારીઓ અને દુકાનદારો માટે રકમ સ્વીકારવાની વ્યવસ્થા હજી
વધુ સરળ બને તેવી શક્યતા છે. યુપીઆઇ પર ભાર વધી રહ્યો છે ત્યારે આ જરૂરી પણ છે.

હમણાં નેશનલ
પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પેમેન્ટ
વ્યવસ્થાના સાથમાં
‘રૂપે સોફ્ટપીઓએસ’ નામે એક નવી વ્યવસ્થા
લોન્ચ કરી છે. અત્યાર સુધી બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પોતાની દુકાનમાં
પેમેન્ટ સ્વીકારવા માટે દુકાનદારોએ વિવિધ બેન્ક તરફથી મળતાં પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ)
ટર્મિનલ લેવાં પડતાં હતાં. હવે દુકાનદાર પોતાના સ્માર્ટફોનનો જ આવા ટર્મિનલ તરીકે
ઉપયોગ કરી શકશે. અલબત્ત શરત એટલી કે સ્માર્ટફોનમાં નિયર ફિલ્ડ કમ્યુનિકેશન
(એનએફસી)ની સુવિધા હોવી જરૂરી છે (હવે બજેટ સ્માર્ટફોનમાં પણ આ સુવિધા મળવા લાગી
છે
, છતાં આ વ્યવસ્થામાં આ એક મોટો અવરોધ સાબિત થશે).

જો વેપારી પાસે આવો
સ્માર્ટફોન હોય તો તેણે પોતાના ફોનમાં રૂપે સોફ્ટપીઓએસની એપ ઇન્સ્ટોલ કરવાની
રહેશે. તે પછી દુકાનમાં આવતા ગ્રાહક પોતાના એનએફસી ઇનેબલ્ડ કાર્ડને વેપારીના
સ્માર્ટફોનની નજીક લઈ જઇને
, ફટાફટ રૂા. ૫૦૦૦ સુધીનું પેમેન્ટ કરી શકશે.

 

ykhxeykuLkk
Ĭk Lknª ¾kðk Ãkzu

 ભારતમાં અત્યાર સુધી
રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) અવ્યવસ્થા અને ભ્રષ્ટાચારના મોટા ઉદાહરણ સમાન
હતી. નજીવા કામ માટે પણ આપણે પોતાના કામ ધંધા મૂકીને આરટીઓના ધક્કા ખાવા પડે અને
ત્યાં પણ એજન્ટ વગર લગભગ કોઈ કામ થાય નહીં. હવે આ મહિનાથી તેમાં મોટો ફેરફાર આવ્યો
છે. આધાર કાર્ડની મદદથી આપણે લાયસન્સને સંબંધિત કુલ ૧૮ પ્રકારની સેવાઓનો ઘેર બેઠાં
લાભ મેળવી શકીશું. આ કારણે લર્નિંગ લાયસન્સ મેળવવું
, હાલનું ડ્રાઇવિંગ
લાયસન્સ રિન્યુ કરવું તથા વાહનનું રજિસ્ટ્રેશન કરાવવું વગેરે કામ માટે આપણે આરટીઓ
જવાની જરૂર નહીં રહે.

આરટીઓના પોર્ટલ પરથી
આધાર કાર્ડની મદદથી ઓથેન્ટિકેશન કર્યા પછી આપણે આ બધી સેવાઓનો કોન્ટેક્ટલેસ રીતે
લાભ લઈ શકીશું. હજી હમણાં જ આપણે જાણ્યું હતું કે પાસપોર્ટ સેવાને પણ
‘ડિજિલોકર’ સર્વિસમાં આવરી લેવાઈ
છે. આમ
, આધાર, ડિજિલોકર,
યુપીઆઇ અને વિવિધ પબ્લિક સર્વિસ એકમેક સાથે
પૂરેપૂરી સંકળાશે ત્યારે આપણાં ઘણાં કામ અને પેમેન્ટ્સ પેપરલેસ અને કોન્ટેક્ટલેસ
બની શકશે.

ík{u
ykurVMkLkk fk{fks {kxu ðkuxTMkyuÃkLkku ¼hÃkqh WÃkÞkuøk fhíkk nku, íkku íkuLke
zuMfxkuÃk yuÃk RLMxku÷ fhðkLkwt yuf fkhý W{uhkÞwt Au

ðkuxTMkyuÃkLke
zuMfxkuÃk yuÃk{kt ðkuRMk yLku ðerzÞku fku®÷økLke MkwrðÄk!

 

વોટ્સએપની નવી શરતો
સામે આપણને ગમે તેટલી ફરિયાદ હોય
, તેનો વ્યાપ હવે એટલો વધી ગયો છે કે તેના વિના લગભગ
કોઈને ચાલવાનું નથી. ખાસ તો
, હવે વોટ્સએપનો ઉપયોગ માત્ર સવારસવારમાં
ગુડમોર્નિંગના મેેસેજીસની આપલે કરવા પૂરતો સીમિત રહ્યો નથી. કામકાજની દૃષ્ટિએ પણ
, વોટ્સએપ એપ ઈ-મેઇલનો
મોટો વિકલ્પ બની ગઈ છે.

ઓફિસમાંના ઇન્ટર્નલ
કમ્યુનિકેશન કે ક્લાયન્ટ સાથેની નાની મોટી વાતચીત માટે હવે મોટા ભાગે વોટ્સએપનો જ
ઉપયોગ થાય છે. કાયમી રેકોર્ડ તરીકે સાચવી રાખવી જરૂરી હોય એવી બાબતો
, જેમ કે ક્વોટેશન, પરચેઝ ઓર્ડર, ઇનવોઇસ વગેરે માટે
હજી ઈ-મેઇલ જોઈએ
, બાકીની વાતો ધડાધડ આટોપી લેવા માટે લોકોની આંગળી
વોટ્સએપ તરફ જ વળે છે. પીસીમાં સેવ કરેલી ફાઇલ્સને વોટ્સએપ પર શેર કરવા માટે પણ
વોટ્સએપનો ડેસ્કટોપ પરનો ઉપયોગ બહુ સરળ બને છે. જે તે વ્યક્તિ કે ગ્રૂપ સાથેની ચેટ
ઓપન કરો
, શેર કરવાની ફાઇલ પીસીના ફોલ્ડરમાંથી ખેંચી લાવીને
તેમાં ડ્રોપ કરો એટલે કામ પત્યું – ઇમેઇલ કરવા કરતાં આ ચોક્કસ વધુ સહેલું છે.

આ જ કારણે, લાંબા સમયથી વોટ્સએપે
તેની સર્વિસનું ડેસ્કટોપ વર્ઝન પણ આપ્યું છે. અગાઉ
, ડેસ્કટોપમાં
વોટ્સએપનો ઉપયોગ કરવા માગતા લોકો જાતભાતની થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરતા
, પણ પછી વોટ્સએપે જ
તેનું વેબ વર્ઝન રજૂ કરતાં એવી કોઈ કડાકૂટ રહી નહીં.

હમણાં વોટ્સએપે તેની
ડેસ્કટોપ એપમાં એક નવું અને કામનું ફીચર ઉમેર્યું છે. આમ તો આ ફીચરની લાંબા સમયથી
રાહ જોવાઈ રહી હતી. હવે આપણે જ્યારે પીસી કે લેપટોપમાં વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા
હોઇએ ત્યારે તેમાંથી ચેટિંગ અને ફાઇલ શેરિંગ ઉપરાંત વોઇસ અને વીડિયો કોલિંગ પણ થઈ
શકશે!

અલબત્ત કેટલીક શરતો
લાગુ છે.

તમે કદાચ જાણતા જ હશો
કે વોટ્સએપનો પીસી કે લેપટોપમાં આપણે બે રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એક
, બ્રાઉઝરમાં તેનું વેબ
વર્ઝન એક્સેસ કરીને. આ માટે આપણે બ્રાઉઝરમાં
web.whatsapp.com એડ્રેસ પર જવાનું
રહે. બીજો રસ્તો આપણા પીસી કે લેપટોપમાં વોટ્સએપની ઓફિશિયલ એપ ઇન્સ્ટોલ કરી લેવાનો
છે. આ બંને બાબત લગભગ સરખી છે. બંને રીતમાં આપણે વોટ્સએપના મેઇન પેજ પર પહોંચીએ તે
પહેલાં સ્ક્રીન પર ક્યૂઆર કોડ જોવા મળે. પછી
,
સ્માર્ટફોનમાંની વોટ્સએપના મેનૂમાંથી ’વોટ્સએપ વેબ’નો વિકલ્પ પસંદ કરી, ફોનથી પેલો ક્યૂઆર
કોડ સ્કેન કરીએ એટલે સ્માર્ટફોનમાંની એપ અને વોટ્સએપનું વેબવર્ઝન કનેક્ટ થાય અને
આપણે પીસી કે લેપટોપમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકીએ.

વચ્ચે એક આડ વાત. આ
રીતે તમે વોટ્સએપના વેબવર્ઝનનો ઉપયોગ કરતા હો તો તમે જોયું હશે કે થોડા સમયથી
તેમાં સલામતીનું એક ફીચર ઉમેરાયું છે. અગાઉ એવું બનતું કે આપણે ઓફિસમાં પોતાના
સ્માર્ટફોનથી થોડો સમય દૂર હોઇએ અને ફોનને લોક્ડ ન રાખ્યો હોય તો કોઈ પણ વ્યક્તિ
આપણા ફોનમાં વોટ્સએપ એપ ઓપન કરી તેને પોતાના પીસી સાથે કનેક્ટ કરીને આપણા બધા
મેસેજ જોઈ શકે તેવું હતું. હવે સ્માર્ટફોનમાંથી વોટ્સએપને પીસી સાથે કનેક્ટ
કરવામાં આવે ત્યારે ફિંગરપ્રિન્ટ કે ફોનનો પાસવર્ડ આપવો જરૂરી છે. આગળ વાત કરી તેમ
બ્રાઉઝરમાંના વોટ્સએપ અને ડેસ્કટોપમાંની વોટ્સએપ વચ્ચે લગભગ કોઈ ફેર નથી
, માત્ર ડેસ્કટોપ એપ
નેટિવ એપ હોવાથી તેમાં કેટલાક શોર્ટકટનો ઉપયોગ કરી શકાય છે. જો તમારે પીસીમાં
વોટ્સએપનો ભારે ઉપયોગ રહેતો હોય તો તેની ડેસ્કટોપ એપ પીસીમાં ઇન્સ્ટોલ કરી લેવા
જેવી ખરી.

વોટ્સએપની ડેસ્કટોપ
એપ માટે આપણા પીસીમાં વિન્ડોઝ ૮ કે તેનાથી ઉપરનું ૩૨ અથવા ૬૪ બિટનું વર્ઝન હોવું
જરૂરી છે. મેકના કિસ્સામાં ઓએસ એપનું ૧૦.૧૦ કે તેથી ઉપરનું વર્ઝન હોવું જરૂરી છે.

હવે વાત કરીએ હમણાં
ઉમેરાયેલા વોઇસ અને વીડિયો કોલિંગ ફીચરની. એ ધ્યાને રાખશો કે પીસી કે લેપટોપમાં આ
સગવડનો લાભ લેવા માટે બ્રાઉઝરમાંના વેબવર્ઝનથી કામ ચાલી શકશે નહીં. આપણે વોટ્સએપની
ડેસ્કટોપ એપ જ ઇન્સ્ટોલ કરવી પડશે. ઉપરાંત આ લેટેસ્ટ ફીચરનો લાભ લેવા માટે પીસી કે
લેપટોપમાં વિન્ડોઝ ૧૦નું ૬૪ બિટ ૧૯૦૩ કે તેનાથી ઉપલું વર્ઝન હોવું જરૂરી છે (જો
તમે નવું લેપટોપ ખરીદ્યું હશે તો આ વાતની ચિંતા કરવાની જરૂર નથી). મેક ઓએસનું
૧૦.૧૩ કે નવું વર્ઝન હોવું જરૂરી છે.

વાત વોઇસ કે વીડિયો
કોલિંગની છે એટલે આપણા પીસીમાં માઇક્રોફોન અને કેમેરાની સુવિધા હોવી જરૂરી છે. ફરી
, લેપટોપ હોય તો આ
વાતની ચિંતા કરવાની જરૂર નથી!

હવે તમે એક વાર
વોટ્સએપ ઇન્સ્ટોલ કરી લેશો એ પછી કોઈ પણ વ્યક્તિ સાથેની ચેટ ઓપન કરશો ત્યારે ઉપર
જમણી બાજુએ વીડિયો કોલ અને વોઇસ કોલના આઇકન ઉમેરાયેલા જોવા મળશે. પછીની વાત સાવ
સહેલી છે. તેના પર ક્લિક કરો અને વીડિયો કે વોઇસ કોલ શરૂ કરો. સામેની વ્યક્તિ
પોતાના મોબાઇલ પર આપણો કોલ રીસિવ કરી શકે છે. એ જ રીતે કોઈ વ્યક્તિ પોતાના
મોબાઇલમાંથી આપણને વોઈસ કે વીડિયો કોલ કરે તે આપણે લેપટોપમાં વોટ્સએપની ડેસ્કટોપ
એપમાં રીસિવ કરી શકીએ છીએ.

હાલમાં આ સુવિધા
માત્ર વન-ટુ-વન વોઇસ અને વીડિયો કોલિંગ માટે ઉપલબ્ધ છે. વોટ્સએપના કહેવા અનુસાર
થોડા સમયમાં ગ્રૂપ કોલિંગની સુવિધા પણ ડેસ્કટોપ એપમાં ઉમેરાઈ જશે.

 

ðzo{kt Ãký
M{kxo fBÃkkuÍLke MkwrðÄk

ગૂગલની વિવિધ
સર્વિસમાં આપણને ટેકસ્ટ પ્રીડિક્શનની એક કરામતી સગવડ મળે છે (આ આપણા જીવન પર
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના વધતા પ્રભાવનું વધુ એક ઉદાહરણ છે). આ સગવડને
કારણે આપણે જીમેઇલ કે ગૂગલ ડોક્સ જેવી સર્વિસમાં કંઈ પણ ટાઈપ કરી રહ્યા હોઇએ
ત્યારે
, આ સર્વિસિસ એઆઇની મદદથી જાણી લે છે કે આપણે આગળ શું
ટાઇપ કરવા માગતા હોઈશું. એ મુજબ એ આગળના શબ્દો આછા ગ્રે કલરમાં સૂચવે છે. આપણને એ
યોગ્ય લાગે તો પીસીમાં ટેબ કી અથવા રાઇટ એરો પ્રેસ કરીને એ સૂચન સ્વીકારી શકાય છે.
સ્માર્ટફોનમાં આપણે સજેસ્ટેડ ટેક્સ્ટ પર જમણી બાજુ સ્વાઇપ કરવાનું રહે છે. આ
સુવિધા આપણા ટાઇપિંગને ખાસ્સું ઝડપી બનાવી શકે છે. જીમેઇલમાં અને ગૂગલ ડોક્સમાં
તેનો લાભ લેવા માટે તેના સેટિંગ્સમાં
‘સ્માર્ટ કમ્પોઝ’ સુવિધા ઓન કરવાની હોય
છે. આવી સુવિધા માઇક્રોસોફ્ટ આઉટલૂકમાં ગયા વર્ષે ઉમેરાઈ હતી અને હવે માઇક્રોસોફ્ટ
વર્ડના લેટેસ્ટ વર્ઝનમાં પણ તે ઉમેરાઈ છે.

x›fku÷hu
Mku^xe yuÃk ÷kuL[ fhe

તમે ‘ટ્રુકોલર’ એપથી પરિચિત હશો જ. આ
એપ આપણી એડ્રેસબુકમાં સેવ્ડ ન હોય એવી વ્યક્તિ તરફથી આપણા પર કોલ આવે ત્યારે પણ
તેનું નામ આપણને જણાવે છે (એ જ કારણે એ થોડી વિવાદાસ્પદ પણ રહી છે). હવે આ એપની
કંપનીએ
‘ગાર્ડિયન્સ’
નામની એક પર્સનલ સેફ્ટી એપ લોન્ચ કરી છે.
આપણે આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેમાં પરિવાર અને મિત્રોના નંબર ઉમેરી શકીએ છીએ તથા
સ્થાનિક ઓથોરિટીઝને ઇમજરન્સી કોન્ટેક્ટ તરીકે ઉમેરી શકીએ છીએ. કોઈ પણ ઇમરજન્સીમાં
આપણે એપમાંનું ઇમરજન્સી બટન ટેપ કરીએ એ સાથે એપ આપણું લોકેશન
, આપણે નક્કી કરેલા
ગાર્ડિયન્સને મોકલી આપે છે. જો તમે પહેલેથી ટ્રુકોલરનો ઉપયોગ કરતા હો તો એક ક્લિક
કરીને આ નવી એપમાં સાઇન-ઇન કરી શકશો. હજી ગયા અઠવાડિયે જ આપણે વાત કરી હતી તેમ
, ભારતના ગૃહ મંત્રાલયે
‘૧૧૨
ઇન્ડિયા
’ નામે આવી જ એપ લોન્ચ કરી છે, જેમાં ઇમરજન્સીમાં
આપણને પોલીસ તરફ મદદ મળી શકે છે.

fkuhkuLkkLkku
rzrsx÷ nuÕÚk ÃkkMk

કોરોનાપ્રસાર પછીના
વિશ્વમાં
, કોઈ સ્થળે ભીડ એકઠી થાય તેમ હોય ત્યારે ત્યાં
આવનારા બધા લોકો કોરોના નેગેટિવ છે જ એવું સુનિશ્ચિત કરવું મુશ્કેલ છે. આ મુશ્કેલ
કામમાં હવે ટેક્નોલોજીની મદદ લેવાઈ રહી છે. આઇબીએમ કંપનીએ
‘ડિજિટલ હેલ્થ પાસ’ નામની એક વ્યવસ્થા
વિક્સાવી છે
, જે એક એપ આધારિત છે. આ એપનો ઉપયોગ કરનારા લોકો
કોરોના નેગેટિવ છે કે નહીં તે
, આ એપ વિવિધ સ્રોતમાંથી ડેટા મેળવીને નક્કી કરશે. આ
વ્યવસ્થામાં બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે
, આથી લોકોની પ્રાઇવસી
જળવાઈ રહેશે. પછી જે તે યૂઝરનો એપમાં એક ક્યૂઆર કોડ જનરેટ થશે. સ્ટેડિયમ જેવી
જગ્યાએ
, આ ક્યૂઆર કોડ સ્કેન કરીને એ વ્યક્તિ ચોક્કપણે
કોરોના નેગેટિવ છે એવું સાબિત થયા પછી જ તેને એન્ટ્રી મળી શકશે! હાલમાં અમેરિકાના
ન્યૂ યોર્ક શહેરમાં તેનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ શરૂ કરાયો છે.

yuÃkÚke
ðkík[eíkLkwt ÷kRð ¼k»kktíkh

માઇક્રોસોફ્ટ
કંપનીમાં
‘ગરાજ’ નામે એક અનોખી પહેલ ચાલે છે, જેમાં કંપનીના
ડેવલપર્સ જાતભાતના એક્સપરીમેન્ટ્સ પર કામ કરી શકે છે. આવા અખતરામાંથી કેટલાક આગળ
જતાં મસ્ત
, ફુલ ફ્લેજ્ડ એપનું સ્વરૂપ પણ લે છે (જેમ કે એસએમએસ
ઓર્ગેનાઇઝર એપ
, જેની આપણે અગાઉ વિગતવાર વાત કરી ગયા છીએ). હમણાં આ
ગરાજ ઇનિશિયેટિવ હેઠળ
‘ગ્રૂપ ટ્રાન્સક્રાઇબ’ નામની એક એપ ડેવલપ થઈ
છે. આ એપ રીયલ ટાઇમમાં
, દુનિયાના ૮૦ પ્રદેશોની ભાષા ઓળખી શકે છે અને રીયલ
ટાઇમમાં તેનો અનુવાદ પણ કરી શકે છે! માઇક્રોસોફ્ટ કહે છે કે જુદા જુદા દેશોની
બે-ચાર વ્યક્તિ પોતાના હાથમાંના સ્માર્ટફોનમાં આ એપ ઓપન કરી
, તેની મદદથી, એકબીજાની ભાષા જાણ્યા
વિના પરસ્પર કમ્યુનિકેટ કરી શકે છે. એટલું જ નહીં
, એપ આવી એકથી વધુ
ભાષામાં ચાલેલી મીટિંગની ટ્રાન્સસ્ક્રિપ્ટ (શબ્દોને લખાણમાં ફેરવતી સુવિધા) સેવ
કરીને એકબીજા સાથે શેર કરવાની પણ સગવડ આપે છે! આ એપ અત્યારે એપલના એપ સ્ટોરમાંથી
ડાઉનલોડ કરી શકાય છે.

 ðzo{kt ÷kRLk
MÃku®Mkøk{kt ðĽx

માઇક્રોસોફ્ટ વર્ડનાં
વિવિધ વર્ઝનમાં  આપણે કોઈ પણ લખાણ ટાઇપ
કરીએ ત્યારે બે લાઇન વચ્ચે સામાન્ય રીતે ૧.૧૫ લાઇનનું સ્પેસિંગ જળવાતું હોય છે.
કોઈ કારણસર આપણે તેમાં વધઘટ કરવા માગતા હોઈએ તો એ પણ શક્ય છે
, આ રીતે :

રિબનમાં હોમ ટેબમાં, પેેરેગ્રાફ વિભાગમાં
સૌથી નીચે જમણી એરો પર ક્લિક કરી
, પેરેગ્રાફનાં સેટિંગ્સનું ડાયલોગ બોક્સ ઓપન કરો.

અહીં સ્પેસિંગનાં
સેટિંગ્સ તપાસો. પેરેગ્રાફની પહેલાં કે પછીની સ્પેસ તેમ જ બે લાઇન વચ્ચેની સ્પેસ
અહીંથી સેટ થશે.

લાઇન
સ્પેસિંગમાં  ૧.૧૫ જોવા મળે છે તે જરુરિયાત
મુજબ બદલો.

જો નીચે ‘ડિફોલ્ટ’ પર ક્લિક કરશો તો
તમામ નવી ફાઇલમાં આ જ પ્રકારનું લાઇન સ્પેસિંગ રહેશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*